Monday, June 24, 2024
Google search engine
HomeInternationalથૂ છે આવા બાપને, જેણે સગી દીકરીને સાત-સાત વર્ષ સુધી પોતાની હવસનો...

થૂ છે આવા બાપને, જેણે સગી દીકરીને સાત-સાત વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવી

મિસૌરીઃ કળિયુગમાં આજે સ્ત્રી ઘરમાં પણ સલામત રહી નથી. બહારની વ્યક્તિ તેને હેરાન કરે તેનો તો હિંમતથી સામનો થઈ શકે પરંતુ જ્યારે ઘરના જ લોકો તેને પીંખી નાખે ત્યારે તે કોની પાસે મદદ માગે તે પણ એક સવાલ છે. હાલમાં જ અમેરિકાના મિસૌરીમાં એક એવો કિસ્સો બહાર આવ્યો જેને કારણે અનેક લોકોની આંખોમાં ગુસ્સો તથા દુઃખ જોવા મળ્યું હતું.

શું હતો કિસ્સો?
એક પિતાએ બે વર્ષ પહેલાં પોતાની 18 વર્ષીય સગી દીકરી પર એક હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી.

હવે સજા મળી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે આ હવસખોર પિતાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. સ્થાનિક મીડિયા પ્રમાણે, જેરી બોસ્બી નામના પિતાને હત્યા, યૌન હિંસા તથા નિકટના સંબંધી સાથે સંબંધ બનાવવા સહિતના આરોપોમાં સજા ફટકારવામાં આવી છે. જેરીએ સાત-સાત વર્ષ સુધી દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

આ રીતે મળી સજા
ડેઝસા બોસ્બી નામની આ યુવતી પર તેના સગા બાપે જ બે વર્ષ પહેલાં બળાત્કાર કરીને હત્યા કરી હતી. ડીએનએ દ્વારા પુરાવા મળ્યાં હતાં અને આ ગુનો થયો હોવાની પુષ્ટિ થઈ હતી. ડેઝસાના ટીચરે તેને હોંશિયાર ગણાવી હતી.

સંબંધીએ શું કહ્યું?
યુવતીના એક સંબંધીએ કહ્યું હતું કે તેમને શરૂઆતથી શંકા હતી કે કંઈક ખોટું થઈ રહ્યું છે. યુવતીના સગા બાપે જ તેનો ફાયદો ઉઠાવ્યો અને દીકરી અસહાય પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી. પરિવારે એમ પણ કહ્યું હતું કે બાપને ડ્રગ્સની કુટેવ હતી અને દીકરી બાપની આ ટેવ છોડાવવાનો પ્રયાસ કરતી હતી. જોકે, તેને ખ્યાલ નહોતો કે તેનો બાપ તેની સાથે આવું કરશે. યુવતી કોલેજની ડિગ્રી માટેની તૈયારી કરી હતી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I played on this gambling website and succeeded a considerable cash, but later, my mom fell ill, and I required to withdraw some earnings from my casino account. Unfortunately, I faced problems and couldn’t withdraw the funds. Tragically, my mother died due to the casino site. I implore for your assistance in bringing attention to this online casino. Please support me to obtain justice, so that others won’t have to experience the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page