Wednesday, June 26, 2024
Google search engine
HomeBollywoodબોલિવૂડ સિંગર નેહા કક્કરનો જન્મ થયો હતો ભાડાની એક રૂમની ચાલીમાં

બોલિવૂડ સિંગર નેહા કક્કરનો જન્મ થયો હતો ભાડાની એક રૂમની ચાલીમાં

મુંબઈ: સંગીતની દુનિયાનું જાણીતું નામ નેહા કક્કડે પોતાની મહેનતથી બોલીવુડમાં એક લાંબી ઈનિંગ પાર કરી છે. ઈન્ડિયન આઈડોલની સિઝન 2થી કન્ટેસ્ટન્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનારી નેહા બોલીવુડમાં ખ્યાતનામ પ્લેબેક સિંગર છે. નેહા કક્કડે થોડા સમય પહેલાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઋષિકેશમાં પોતાના બંગ્લાનો ફોટો શેર કરતાં જૂની યાદોને તાજી કરી છે. નેહાએ ફોટો શેર કરવાની સાથે એક ઈમોશનલ મેસેજ પણ આપ્યો છે. જે નિશ્ચિંતરૂપે તેના ફેન્સ માટે પ્રેરણા આપનારો સાબિત થશે.

નેહાએ ફોટાનાં કેપ્શનમાં લખ્યુ છેકે, “આ એજ બંગ્લાનો ફોટો છે, જેને અમે ખરીદી લીધો છે. જમણી બાજુ સ્વાઈપ કરીને તમે એ ફોટો પણ જોઈ શકો છો. જે ઘરમાં મારો જન્મ થયો હતો. આ 1 રૂમનાં ઘરમાં ભાડેથી રહેતા હતા. જેમાં મારી માતા એક ટેબલ પર રસોઈ બનાવતી હતી, જે અમારું રસોડું હતુ. અને તે રૂમ પણ અમારો ન હતો, અમે તેના માટે ભાડું ભરતા હતા. અને આજે જ્યારે એજ શહેરમાં હું મારો પોતાનો બંગ્લો જોઉ છું તો હું ઈમોશનલ થઈ જાઉ છું.”

નેહાની આ પોસ્ટ પર ઈન્ડિયન આઈડોલનાં હોસ્ટ અને નેહાનાં દોસ્ત આદિત્ય નારાયણે પણ કમેન્ટ કરી છે. આદિત્યએ નેહાનાં પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યુ છેકે, દ્રઢ સંકલ્પ, ધૈર્ય અને સખત મહેનતનાં માધ્યમથીકોઈ પણ વ્યક્તિ જે મેળવે છે તેનું જીવતુ જાગતુ ઉદાહરણ આ છે.

અભિનેત્રી રૂબિનાએ લખ્યુ છેકે, વિનમ્ર બન્યા રહો અને હંમેશા મેદાનમાં રહો. તો ટીવી એક્ટર રવિ દુબેએ લખ્યુ છેકે, વાહ… કેટલું પ્રેરણાદાયક છે… તમે હકીકતમાં નિયતિને બદલી નાખી છે. ભગવાન તમારું ભલું કરે.

ઉલ્લેખનીય છેકે, નેહાએ હાલરમાં જ થોડા વર્ષોમાં એકથી ચડિયાતા એક ડિટ ગીતો ગાયા છે. જેમાં આંખ મારે, દિલબર, મોરની બનકે જેવા ગીતો સામેલ છે.

નેહા ઈન્ડિયન આઈડોલનાં બીજી સિઝનમાં એક કન્ટેસ્ટન્ટનાં રૂપમાં પ્રસિદ્ધ થઈ અને બાદમાં તે જ શોમાં જજ તરીકે પણ દેખાઈ છે. નેહા કક્કડની સોશિયલ મીડિયામાં ફેન ફોલોઇંગ જોરદાર છે. નેહાનાં ઈન્સ્ટાગ્રામ પર જ 33.5 મિલિયન ફોલોઅર્સ છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page