Wednesday, June 26, 2024
Google search engine
HomeInternationalદુનિયાના સૌથી મોટા આતંકી ઓસામા બિન લાદેનના પુત્રનું મોત

દુનિયાના સૌથી મોટા આતંકી ઓસામા બિન લાદેનના પુત્રનું મોત

વોશિંગ્ટન: યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે અલકાયદાનાં સ્થાપક ઓસામા બિન લાદેનનાં દીકરા હમઝા બિન લાદેનનાં મોતનાં અહેવાલની પુષ્ટિ કરી હતી. હમઝા અલ કાયદાનો લાદેન દ્વારા નિયુક્ત કરાયેલો વારસદાર હતો. થોડાં દિવસ પહેલા અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર આતંકવાદી વિરોધી ઓપરેશનમાં હમઝાનું મોત થયાનાં અહેવાલોની ચર્ચાં ચાલી હતી. હમઝા બિન લાદેનનાં મોતથી અલ કાયદાને એક આક્રમક નેતાની ખોટ પડી છે તેમ ટ્રમ્પે જણાવ્યું હતું.

ઓગસ્ટમાં અમેરિકાનાં મીડિયામાં ઈન્ટેલીજન્સ ઓફિસરોને ટાંકીને એવા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા કે, ખુંખાર આતંકી ઓસામા બિન લાદેનનો યુવાન પુત્ર હમઝા બિન લાદેન છેલ્લા બે વર્ષમાં અમેરિકાએ આતંકીઓ વિરૂદ્ધ કરેલા ઓપરેશનમાં માર્યો ગયો હોવો જોઈએ. સેક્રેટરી ઓફ ડીફેન્સ માર્ક એસ્પરે ગયા મહિને હમઝા લાદેનનાં મોતની પુષ્ટિ કરી હતી. જોકે તે વખતે ટ્રમ્પ અને અન્ય સીનિયર અધિકારીઓએ હમઝાનાં મોતની જાહેરમાં પુષ્ટિ કરી ન હતી.

અમેરિકાનાં વિદેશ વિભાગે ઓસામા બિન લાદેનનાં 20 પૈકી 15મા સંતાન અને ત્રીજી પત્નીનાં પુત્ર 30 વર્ષનાં હમઝાને જીવતો કે મરેલો પકડવા માટે ફેબ્રુઆરી 2019માં 10 લાખ ડોલરની ઈનામની જાહેરાત પણ કરી હતી. તે લાદેન બાદ અલ કાયદાનાં નેતા તરીકે ઊભરી રહ્યો હતો. હમઝા તેના પિતાના મોતનો બદલો લેવાની ફિરાકમાં હતો તેવો અમેરિકાને પાકો શક હોવાથી આટલી મોટી રકમનું ઈનામ જાહેર કરાયું હતું.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page