Wednesday, June 26, 2024
Google search engine
HomeNationalઓનલાઈન મૂર્તિને 500 વર્ષ જૂની ગણાવી, ગ્રામવાસીઓ કરવા લાગ્યા પૂજા

ઓનલાઈન મૂર્તિને 500 વર્ષ જૂની ગણાવી, ગ્રામવાસીઓ કરવા લાગ્યા પૂજા

એક ખૂબ જ શોકિંગ કિસ્સો સામે આવ્યો છે. પિતા-પુત્રની જોડીએ લોકોની આસ્થા સાથે ખિલવાડ કરી હતી. પિતા-પુત્રોએ દેવી-દેવતાઓની મૂર્તિઓ ઓનલાઈન મંગાવી. પછી તેને પોતાના ખેતરમાં દાટી દીધી. થોડીવાર પછી પિતા-પુત્ર કેટલાંક લોકોની હાજરીમાં ખેતરમાં ખોદવા લાગ્યા. મૂર્તિઓ કાઢી અને લોકોને જણાવ્યું કે આ 500 વર્ષ જૂની છે.

મૂર્તિ નીકળ્યા બાદ જોતજોતમાં જ ગ્રામવાસીઓ અને આજુબાજુના લોકો ખેતરે પહોંચ્વા લાગ્યા. મંગળવારથી જ અહીં સેંકડો ભક્તોની કતાર લાગી ગઈ. લોકો પૂજા કરવા આવ્યા. ફળ-ફુલની સાથે જ દાન પણ કરવા લાગ્યા. બે દિવસમાં અહીં 35 હજારનું દાન પણ આવ્યું. આ ઘટના ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના મહમૂદપુર ગામની છે. પોલીસે આરોપી અશોક કુમાર અને તેમના બંને પુત્રોની ધરપકડ કરી છે.

બે દિવસમાં આવ્યું 35 હજારનું દાન
પોલીસના જણાવ્યા મુજબ, બે દિવસમાં મૂર્તિઓ પર ફળ-ફુલ ઉપરાંત લગભગ 35 હજાર રૂપિયાનું દાન મળ્યું હતું. પિતા અને બંને પુત્રોએ સ્વીકાર્યું કે પૈસા માટે તેમને આખો સ્વાંગ રચ્યો હતો.

પુરાતત્વ વિભાની એન્ટ્રી પણ થઈ ગઈ હતી
ખેતરમાંથી પીળી ધાતુની હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ નીકળી હોવાના સમાચાર જાણીને એસડીએમ અને પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પર ઘટના સ્થળે પહોંચ્યા. તેમને પુરાતત્વ વિભાગના અધિકારીને સુચના આપીને મૂર્તિઓના આરોપી અશોકના ઘરે રખાવી દીધી.

પોલીસ ટીમ ગઈ તો આરોપીઓએ ખેતરમાં મૂર્તિઓ રાખી દીધી
પોલીસ અને પ્રશાસનની ટીમ પહોંચ્યા બાદ અશોકના પુત્ર રવિ, વિજય ગૌતમે મૂર્તિઓને પાછી ખેતરમાં રાખી દીધી. પિતા અને બંને પુત્ર થેલામાં પ્રસાદ લઈને બેઠા હતા. લોકો દાન આપવા પહોંચ્યા તો રવિએ તમામને પ્રસાદી આપી. પોલીસ પણ ત્યાં ભીડ જોઈને કેટલાંક પોલીસકર્મીઓને ત્યાં તહેનાત કરી દીધા.

ડિલિવરી મેને જણાવ્યું- 169 રૂપિયામાં ઓર્ડર કરી હતી મૂર્તિઓ
આ ઘટનાની તસવીર ઓનલાઈન પ્લેટફોર્મ મીશોના ડિલિવરી મેન ગોરેલાલે જોઈ. તે તસવીરોને ઓળખી ગયો. તેને તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને જણાવ્યું કે મૂર્તિઓ ઓનલાઈન ઓર્ડર કરાઈ હતી. ગોરેલાલે પોલીસને કહ્યું- “મેં આ મૂર્તિઓને અશોકના ઘરે પહોંચાડી હતી. તેમના પુત્ર રવિ ગૌતમે મીશૂ કંપનીમાંથી 169 રૂપિયામાં મૂર્તિઓનો સેટ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી હતી. મેં જ 29 ઓગસ્ટે તેમના ઘરે આ સેટ ડિલિવર કર્યો હતો.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page