Wednesday, June 26, 2024
Google search engine
HomeGujarat‘લંકેશ’નું પાત્ર ભજવનાર સ્વ.અરવિંદ ત્રિવેદીના અન્નપૂર્ણા બંગલોમાં લાખો રૂપિયાની ચોરી

‘લંકેશ’નું પાત્ર ભજવનાર સ્વ.અરવિંદ ત્રિવેદીના અન્નપૂર્ણા બંગલોમાં લાખો રૂપિયાની ચોરી

સાબરકાંઠાના ઈડર તાલુકાના સદાતપુરા ખાતે રહેતા અને રામાનંદ સાગર રામાયણમાં લંકેશનું પાત્ર ભજવનાર સ્વ.અરવિંદ ત્રિવેદીના ઘરમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા રાત્રીના સમયે ઘુસી લંકેશના અન્નપૂર્ણા નામના બંધ મકાનમાં ગત રાત્રીએ ચોરો હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. ત્યારે મકાનમાં ચોરી થયાની જાણ ઈડર પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.

શનિવારે સવારે સદાતપુરાના ચોકીદારે મુંબઈ રહેતા સ્વ. અરવિંદ ત્રિવેદીના પરિવારને જાણ કરતાં રવિવારે વહેલી સવારે અરવિંદ ત્રિવેદીની દીકરી કવિતા ઠાકર, એકતા દવેએ ચોરી અંગે પોલીસને જાણ કરી હતી. તપાસ કરતા સામે આવ્યું કે ચોરો ઘરના મંદિરમાંથી ભગવાન રામના મુગટ, પાદુકા, ચાંદીના છત્તર, રુદ્રાક્ષની માળા, પગના છડા, કમ્મર બંધ, કાંસાની થાળી વાટકી અને અંદરના રૂમમાં રાખેલી તિજોરીમાંથી પણ સોના-ચાંદીના ઘરેણા સાથે ડિજિટલ કેમેરા તથા અરવિંદ ત્રિવેદીને મળેલા ચાંદીના એવોર્ડ તેમજ રોકડ રકમ અંદાજે પંદર હજાર પણ ચોરી ગયા હતા.

ઈડરના સદાતપુરા પાસે આવેલ સ્વ. અરવિંદ ત્રિવેદીના બંધ મકાનમાં ગત રાત્રીના સુમારે ચોરોએ ઘરનાં દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ધરમાં મંદિરમાં રહેલ શ્રી રામ ભગવાનની મૂર્તિનાં ચાંદીના મુગટ અને પાદૂકાની ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા. મકાનમાં ચોરી થયાની જાણ પોલીસને કરાતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. મકાનમાં ચોરી થયાની જાણ ઈડર પોલીસને થતા ઈડર પોલીસે ડોગ સ્કોર્ડ, એફ.એસ.એલ. સહિતની ટીમોએ ચોરીનુ પગેરૂ શોધવાની તજવીજ હાથ ધરી હતી.

મંદિર ઉપરાંત તસ્કરોએ બંગલાના કમ્પાઉન્ડમાં આવેલા ચોકીદારના રૂમનું પણ દરવાજાનું તાળું તોડી ત્યાંથી પણ સોનાની વીંટી, ચાંદીના છડા, ટીવીનું સેટઅપ બોક્સ સહિતની વસ્તુઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી થયાની જાણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. મકાનમાં ચોરી થયાની જાણ ઈડર પોલીસને થતા ઈડર પોલીસે ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ. સહિતની ટીમોએ તસ્કરોને શોધવા માટેની કામગીરી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા પણ સાબરકાંઠામાં 24 કલાકમાં ત્રણ ચોરીના બનાવો બનવા પામ્યા હતા. જેમાં હિંમતનગરમાં બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીનાં દાગીના લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યારે ઈડરના આર્સોડિયા ગામે આવેલ અન્ય એક બનાવમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી મંદિરમાંથી પતરાની પેટીમાં મુકેલ પૈસા, ચાંદીનું છત્તર સહિતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page