Monday, June 24, 2024
Google search engine
HomeFeature Bottomઅમદાવાદમાં વરસાદ ઝાપટાં, વિરમગામ-બોરસદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં વરસાદ ઝાપટાં, વિરમગામ-બોરસદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ: ‘વાયુ’ વાવાઝોડાની અસરને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણની વચ્ચે અચાન ક જ અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં જેમાં શહેના ઘણાં વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદના એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા, ઘાટલોડિયા, નારાયણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે વિરમગામમાં ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. મેઘરાજાએ એન્ટ્રી કરી છે. હજૂ સાંજ સુધીમાં સામાન્યથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ઘરની બહાર નીકળી વરસાદની મજા માણી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સુનની કામગીરી પોલ ખુલી ગઈ હતી. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ- ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

બોરસદમાં પણ પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this thrilling experience of imagination and let your imagination fly! ? Don’t just explore, savor the thrill! ? Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page