Wednesday, June 26, 2024
Google search engine
HomeFeature Bottomમને સપાટ પિચ પર બોલિંગ કરવાની આદત છે, તો ચિંતા નથી: ચહલ

મને સપાટ પિચ પર બોલિંગ કરવાની આદત છે, તો ચિંતા નથી: ચહલ

લંડન: ઈંગ્લેન્ડની પિચ પર છેલ્લાં કેટલાક સમયથી બેટ્સમેનની બોલબાલા છે. વર્લ્ડકપ દરમિયાન ખૂબ જ રન બનશે તેવું બધાનું માનવું છે. ઈંગ્લેન્ડની સપાટ પિચ બોલર માટે કોઈ ખરાબ સપનાની જેમ બની શકે છે, પણ હરિયાણાનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ આનાથી પરેશાની નથી.

હું આવી જ પિચો પર રમું છું

28 વર્ષીય યુવા ખેલાડી ચહલે કહ્યું, ”હું એ વાતને લઈને થોડો પણ ચિંતિત નથી કે ઈંગ્લેન્ડની પિચો સપાટ હશે, કેમ કે આવી પિચો પર રમવાની મને આદત છે. એ ન ભૂલો કે હું વર્ષમાં મોટાભાગની મેચો ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમ્યો છું, જે બેટિંગ માટે સૌથી સારી પિચોમાંથી એક છે.

રક્ષાત્મક નહીં થઈએ

વન-ડેમાં 41 મેચમાં 72 વિકેટ લેનારા આ બોલરે કહ્યું, ”જ્યારે આપણે સપાટ પિચની વાત કરીએ છીએ ત્યારે જેટલા દબાણમાં હું હોઈશ એટલા જ દબાણમાં સામેની ટીમો બોલર પણ હશે.” ચહલની સૌથી મોટી તાકાત નિડર થઈને બોલિંગ કરવાની છે. આ સાહસિક માનસિકતાનો ફાયદો તેને આન્દ્રે રસેલ અને ડેવિડ વોર્નર જેવા ખતરનાક બેટ્સમેનો સામે થાય છે.

દરેક બોલે વિકેટ લેવાનો પ્રયત્ન

ચહલે કહ્યું, ”દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સામે તમે રક્ષાત્મક નીતિ અપવાની શકો નહીં. જ્યારે તમે રસેલ અને વોર્નર જેવા બેટ્સમેન સામે બોલિંગ કરો છો તો તમે તેને રોકવા બાબતે વિચારતા નથી. તેઓ એવા ખેલાડી છે જેની સામે તમારે આક્રમક થવું પડશે અને દરેક બોલ પર વિકેટ લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું તેમની સામે દરેક વખતે સર્વશ્રેષ્ઠ બોલિંગ નાંખવાનો પ્રયત્ન કરું છું.”

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page