Thursday, April 11, 2024
Google search engine
HomeGujaratબોલિવૂડના ગીતના કરાઓકે તમે બહુ માણ્યા...: પહેલીવાર મા અંબાજીની આરતી – જય...

બોલિવૂડના ગીતના કરાઓકે તમે બહુ માણ્યા…: પહેલીવાર મા અંબાજીની આરતી – જય આદ્યાશક્તિનું કરાઓકે વર્ઝન થયું લોન્ચ

નવરાત્રીના પાવનપર્વ પર મા આદ્યાશક્તિની આરતીનું કરાઓકે વર્ઝન લોંચ કરતી વખતે સંગીતમય અનુષ્ઠાન કર્યુ હોવાની અનુભૂતિ થાય છે, આમ જણાવી રાજકોટના સંગીતકાર ધર્મેશ પંડ્યાએ આ ગીત અંબે માતાને આ ગીત અર્પણ કર્યુ હતું. મોટા મોટા પાર્ટીપ્લોટમાં તો સંગીતમય આરતી વાગતી હોય.. લોકો તેની સાથે સૂર અને તાલથી આરતી ગાતા હોય છે… પરંતુ ઘરે જ્યારે નિજ મંદિરમાં નવરાત્રિ દરમિયાન માતાજીની આરતી ગવાય ત્યારે જો તેમાં પણ સૂર અને તાલનો સંગાથ મળે તો વાતાવરણ વધુ દિવ્ય બની જાય… તથા કરાઓકેના કારણે આરતીના શબ્દોમાં પણ સત્ય જળવાય… તેવા હેતુથી આ કરાઓકે વર્ઝનનું નિર્માણ કર્યુ હોવાનું સાંઈકૃપા સ્ટુડિયોના માલિક ધર્મેશ પંડ્યાએ ઉમેર્યુ હતું.

નવરાત્રિ દરમિયાન મમ્મી-પપ્પા આરતી ગાય… ત્યારે તેમને ફોલો કરતા કરતા બાળકો આરતી ગાતા હોય છે, પરંતુ જો તેમને એકલા ગાવાની થાય તો શબ્દો અને ઢાળ ઘણાં બાળકોને યાદ રહેતો નથી,… આવા કિસ્સામાં જો કરાઓકે સાથે તેમને આપવામાં આવે તો બાળકો પણ માતાજીની સંગીતમય આરાધના કરી શકે છે. તેમ આ આરતીનું નિર્માણ કરનાર જીતેન્દ્ર બાંધણિયા ( ધ વિઝ્યુઅલાઈઝર) દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને ઉમેર્યુ હતુ કે, નાના પંડાલ અને સોસાયટીમાં પણ રેકોર્ડેડ આરતી ગવાય તેની જગ્યાએ જો… કરાઓકે સાથે લોકો પોતાના અવાજમાં આરતી ગાય તો તેની અનૂભુતિ બહુ જ સુંદર થશે. શિવાનંદ સ્વામીએ માતાજીની આટલી અદભૂત આરતી લખી છે ત્યારે તેને કરાઓકે વર્ઝનમાં લોકો સમક્ષ મુકીને એક નવો જ પ્રયોગ કરવામાં આવ્યો છે.

જય આદ્યાશક્તિ આરતીના કરાઓકે વર્ઝનનો આજથી જ આપ આરતીમાં ઉપયોગ કરો.. આ માટે આપ સાંઈકૃપા સ્ટુડિયોની યુટ્યુબ ચેનલની મુલાકાત કરી શકો છો.. અથવા 7575067673 નંબર પર જય અંબે લખી – આદ્યશક્તિ આરતી કરાઓકે વર્ઝન એમ whatsapp મેસેજ કરશો તો આપને લીંક મોકલી આપવામાં આવશે.

બોલિવૂડના ગીતોના કરાઓકે વર્ઝન ઘણી જગ્યાએ લોકો ઉપયોગ કરતા હોય છે. લોકો કરાઓકે વર્ઝન પર ફિલ્મી ધૂન ગાવાનું પસંદ કરતા હોય છે ત્યારે ધાર્મિક ગીત – આરતી – કિર્તન પર કરાઓકે વર્ઝન બનાવી, લોકોને સનાતન ધર્મ સાથે સંગીતમય રીતે જોડવાનો સંકલ્પ બહુ જાણીતી પ્રોડક્શન અને બ્રાંડિગ કંપની ધ વિઝ્યુઅલાઈઝર અને સાંઈકૃપા સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યો છે. હનુમાન ચાલીસા, શિવ ભજન સહિત 51 ગીત પહેલા તબક્કામાં અને બાદમાં આ આંકડો 108 ગીત – કિર્તન અને આરતી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. જો આપ પણ આ પ્રયાસમાં કોઈ પણ રીતે સહભાગી બનવા માગતા હોય, અથવા કોઈ સંગીતમય રચનાની માહિતી આપવા માગતા હોય તો 88662 78880 ધર્મેશ પંડ્યાનો સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page