Friday, April 12, 2024
Google search engine
HomeNationalયુવકનો આત્મા કેટલો કકળ્યો હશે? લખ્યું- જેના કારણે જીવતો હતો એ જ...

યુવકનો આત્મા કેટલો કકળ્યો હશે? લખ્યું- જેના કારણે જીવતો હતો એ જ મોતનું કારણ બની

પ્રેમલગ્નના એક વર્ષ બાદ મેલ નર્સે હાથની નસો કાપીને આત્મહત્યા કરી લીધી હતી. આ યુવક પાસેથી ચાર પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મારા મૃત્યુ માટે મારી પત્ની જવાબદાર છે. હું મારા માતાપિતાની અપેક્ષાઓ પર ખરાં ના ઉતરવા બદલ માફી માંગું છું. યુવકે લખેલી આખી સ્યુસાઇડ નોટ વાંચીને બધા ભાવુક થઈ ગયા હતા.

આ હમચાવી દેતો બનાવ રાજસ્થાનના જોધપુરના ભડવસિયા વિસ્તારનો છે. 27 વર્ષીય મેલ નર્સ લક્ષ્મણનું મંગળવારના રોજ સવારે હાથની નસ કાપવાના કારણે મોત નીપજ્યું હતું. મૃતક યુવક લક્ષ્મણ જોધપુરમાં સેટેલાઈટ હોસ્પિટલમાં મેઈલ નર્સ તરીકે ફરજ બજાવતો હતો. સોમવારના રોજ યુવકની પત્નીએ કોર્ટમાં પોતાના માતા-પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કોર્ટે મહિલાને તેના માતા-પિતાને સોંપી હતી.

બનાવ શું હતો?
15 એપ્રિલ, 2021 ના રોજ લક્ષ્મણ ઘરેથી ભાગી ગયો હતો અને અમદાવાદની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારજનોએ આ અંગે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જોધપુરના એડીસીપી નઝીમ અલીએ જણાવ્યું હતું કે, 10 એપ્રિલ, 2022ના રોજ પોલીસે બાળકીને શોધીને તેના માતા-પિતાને સોંપી દીધી હતી. એક અઠવાડિયા અગાઉ જ લક્ષ્મણે રાજસ્થાન હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી. હાઇકોર્ટના આદેશના અનુસંધાને પોલીસે સોમવારે યુવતીને હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી હતી. હાઈકોર્ટમાં યુવતીએ પતિના બદલે માતા-પિતા સાથે રહેવાનું નક્કી કર્યું હતું. હાઈકોર્ટે તેને તેના માતા-પિતા સાથે મોકલી આપી હતી.

આ વાતથી દુખી થઈને લક્ષ્મણે પોતાનો જીવ આપી દીધો. મર્યાના થોડાં કલાકો પહેલા તેણે યુવતી સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી. ત્યારબાદ તેણે ચાર પાનાની સ્યુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. સુસાઈડ નોટમાં મોટાભાગની જગ્યાઓએ યુવતીનો ઉલ્લેખ કર્યો છે.  નજીમ અલીએ જણાવ્યું હતું કે, લક્ષ્મણના પિતાએ જાણ કરી હતી કે તેમનો પુત્ર મંગળવારે સવારે ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પોસ્ટમોર્ટમ કરી લાશ તેના પિતાને સોંપી હતી. આ મામલાની તપાસ ચાલી રહી છે. સ્યુસાઇડ નોટ અંગે પોલીસે અત્યાર સુધી અજ્ઞાનતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, જો સ્યુસાઇડ નોટ મળશે તો તેને તપાસમાં સામેલ કરવામાં આવશે.

સુસાઈડ નોટમાં લખ્યું છે
લક્ષ્મણે સ્યુસાઇડ નોટમાં પત્નીને ઉદ્દેશીને લખ્યું, ”જીવવાનું કારણ મૃત્યુનું કારણ બને તો તમે શું કરી શકો? મારા મૃત્યુનું કારણ ફક્ત તું જ છે. આ માટે હું અને મારો પરિવાર તમને ક્યારેય માફ નહીં કરીએ, કારણકે તમે મને એવા સમયે છોડી દીધો જ્યારે હું તમારા માટે બધા સાથે લડતો હતો. હું પરિવારને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે બધા સંમત થયા, પરંતુ તમે શું કર્યું? જવાબ બદલાઈ ગયો. મેં તને પરણવાની ના પાડી, પણ તેં આગ્રહ કર્યો. બધાએ સમજાવ્યું, પણ તમે માન્યા નહીં. લગ્ન પછી પણ બધાએ સમજાવ્યું હતું કે, હવે ક્યારેય તેનો સાથ ના છોડતી પણ તમે સાથ છોડી દિધો. મેં તમને કહેલું કે, જો તમે લગ્ન પછી છોડીને જતાં રહેશો તો હું મરી જઈશ. હું આજે તે કરી રહ્યો છું. તમે આવી સજા આપી એમાં મારો શું વાંક હતો? હવે તું મરીશ નહિ, જે પહેલાં મરશે તે હું છું. સમયની સાથે બધુ પરફેક્ટ થઈ જશે. મારા મૃત્યુ પછી તમારો પરિવાર તમને પહેલા જેવી જ સ્વતંત્રતા આપશે અને તમે પણ સારી રીતે જીવી શકશો. તમે તમારી મરજીથી લગ્ન કર્યા. તમે જે કહ્યું તે મેં કર્યું. તું મારી દુનિયા હતી. હવે મને કહે કે હું તને કેવી રીતે માફ કરી શકું હું તમને પ્રેમ કરું છું… મારું કાર્ટૂન… પાગલ… લાડો.”

માતા-પિતાની માફી માંગી
લક્ષ્મણે તેના માતા-પિતાને પત્ર લખીને કહ્યું, સોરી આ ઘટનાથી તમને બંનેને ઘણું દુઃખ થયું છે. પપ્પા, હું શું કરું… હું અસ્વસ્થ છું. હું અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયો છું. હું કોઈને કહી પણ ન શક્યો, કારણકે તેને કોઈ સમજી શકતું નહિ. હું હંમેશાં તમારી વિરુદ્ધ રહ્યો છતાં તમે બધે જ મારી સાથે રહ્યા. મને ક્યારેય કોઈપણ વસ્તુની કમી નહોતી. તમે જે માંગ્યું તેના કરતાં વધારે આપ્યું. હું તમારું સપનું પૂરું ના કરી શક્યો… માફ કરશો. તમારો નકામો દીકરો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments