ફેમસ દુકાનમાં ગયા કચોરી ખાવા, એક બાઇટ લીધી ને અંદરથી નીકળી ગરોળી

ભારતમાં ફૂડ અંગેના માપદંડો અંગે નિયમો તો છે અને આ નિયમોનો ભંગ કરવામાં આવે તો કોઈ સજા થાય છે કે નહીં એ તો ભગવાન જાણે. અમદાવાદમાં કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી નીકળે છો ક્યારેક વંદો નીકળે છે. અવારનવાર કોર્પોરેશનને ફરિયાદ કરવામાં આવે છે, પરંતુ હજી સુધી એવા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. હાલમાં જ કચોરીમાંથી ગરોળી નીકળી હતી.

જયપુરના લોકપ્રિય રાવત મિષ્ટાન ભંડારમાં એક વ્યક્તિની પ્યાઝ કચોરીમાંથી ગરોળી નીકળી હતી. પીડિતે આ અંગે ફરિયાદ કરી તો દુકાનદારે પોતાની ભૂલ સ્વીકારી અને કચોરીનું વેચાણ અટકાવી દીધું હતું. કચોરીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

જયપુરના વૈશાલીનગરના અખિલ અગ્રવાલે જયપુરના સોડાલા સ્થિત રાવત મિષ્ટાનમાં આવ્યા હતા. અહીંયા એક પ્યાઝ કચોરી ઓર્ડર કરી હતી. તે દુકાનમાં જ ખાવા લાગ્યા હતા. એક બાઇટ ખાધા બાદ બીજી બાઇટ લેવા ગયા તો અંદર ગરોળીનો અડધો હિસ્સો જોયો હતો. અખિલે તે ટૂકડાને કચોરીમાંથી કાઢીને સેલ્સમેનને બતાવ્યો હતો. સેલ્સમેને સ્ટોર મેનેજરની વાત કરી હતી. મેનેજરે ભૂલ સ્વીકારીને તાત્કાલિક વેચાણ અટકાવી દીધું હતું અને આશ્વાસન આપ્યું હતું કે આવી ભૂલ બીજીવાર નહીં થાય. આ અંગે પીડિત અખિલે કહ્યું હતું કે મેનેજરે ભૂલ સ્વીકારી લીધી છે અને હવે તે આ બાબતને વધુ ચગાવવા માગતો નથી.

કચોરી-સમોસાના સેમ્પલ લેવામાં આવ્યાઃ ફરિયાદ મળ્યા બાદ જયપુરના સીએમએચઓએ કેસની તપાસ માટે ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ મોકલી હતી. સીએમએચઓએ કહ્યું હતું કે સમોસા-કચોરી સહિતની અન્ય મીઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સાથે જ નોટિસ આપીને સાફ-સફાઈ અંગેના સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યા છે.

મેનેજરે કહ્યું- યુવક બ્લેકમેલ કરે છેઃ આ કેસમાં રાવત મિષ્ટાન ભંડારના મેનેજર શંકરલાલે કચોરીમાં ગરોળી હોવાની વાતનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે વીડિયોમાં જે દેખાય છે તે મચ્છર કે માખી છે. કચોરીમાં મચ્છર કે માખી જઈ શકે છે, પરંતુ આટલી મોટી વસ્તુ ક્યારેય નીકળી શકે નહીં. આ વીડિયો વાઇરલ કરનાર વ્યક્તિ બ્લેકમેલ કરે છે. કાયદાકીય કાર્યવાહી માટે તે એડિશનલ કમિશ્નરને મળ્યા છે. તે સીસીટીવી ફુટેજ સાથે ફરિયાદ કરશે.

આ પહેલાં વીંછી નીકળ્યો હતોઃ નવ મહિના પહેલાં ગૌરવ ટાવર સ્થઇત મેકડોનાલ્ડ ગયેલા એક ગ્રાહકના બર્ગરમાંથી વીંછી નીકળ્યો હતો. કસ્ટમરે ફરિયાદ કરી તો સ્ટાફે ભૂલનો સ્વીકાર કરવાને બદલે બર્ગર છીનવીને ફેંકી દીધું હતું. ત્યારબાદ પીડિતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

Similar Posts