Saturday, July 27, 2024
Google search engine
HomeNationalકોણ છે આ મહિલા, જેના પતિએ કહ્યું કે તેની પત્ની 8 વર્ષથી...

કોણ છે આ મહિલા, જેના પતિએ કહ્યું કે તેની પત્ની 8 વર્ષથી શારીરિક સંબંધ બાંધવા નથી દેતી

ઓરિસ્સાની અભિનેત્રી વર્ષા પ્રિયદર્શિની તેના અંગત જીવનને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. વર્ષાનો તેના પતિ અનુભવ મોહંતી સાથે છૂટાછેડાનો વિવાદ ચાલી રહ્યો છે. અનુભવ બીજેડીના સાંસદ છે અને હાલ બંનેનું અંગત જીવન જાહેર થઈ ગયું છે. પતિ-પત્નીનું ટેન્શન હવે સોશિયલ મીડિયાની હેડલાઇન બની ગયું છે.

અનુભવ મોહંતીએ પત્ની સામે કોર્ટમાં અરજી કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે, વર્ષા અને તેણે છેલ્લાં 8 વર્ષથી શારીરિક સંબંધ બાંધ્યા નથી. સોશિયલ મીડિયા પર વીતેલા થોડાં દિવસોથી અનુભવે વિડિયો પોસ્ટ કરીને વર્ષાને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

આ વીડિયોમાં અનુભવે તેના અંગત જીવનનું રહસ્ય ખોલ્યું હતું. અનુભવે કહ્યું હતું કે, તેના લગ્નને આજે 8 વર્ષ થયા છે, પરંતુ તેની પત્નીએ તેને શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી આપી નથી. અનુભવે મને કહ્યું કે, હું માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યો છું. એવામાં હજુ કેટલા દિવસ રાહ જોવ?

અનુભવ અને વર્ષા વચ્ચેના છૂટાછેડાનું આ મુખ્ય કારણ છે. અનુભવે પોતાની પત્ની પાસેથી છૂટાછેડા માગ્યા છે. બંનેના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. વર્ષા અને અનુભવના લગ્ન વર્ષ 2014માં થયા હતા. લગ્નના થોડાં દિવસ બાદ જ તેમની વચ્ચે તણાવ રહેવા લાગ્યો હતો.

ધીમે-ધીમે તેમની વચ્ચેના સંબંધો વધુ પડતાં બગડવા લાગ્યા હતા. ત્યારબાદ વર્ષ 2016માં અનુભવે વર્ષા વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જેમાં તેના પર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, લગ્નના બે વર્ષ થઇ ગયા છે, પરંતુ પ્રિયદર્શિની તેને શારીરિક સંબંધ માટે સંમતિ આપતી નથી. આ પછી વર્ષ 2020માં અનુભવે છૂટાછેડા માટે અરજી કરી હતી.

આ કેસનો બીજો એંગલ પણ છે. જેમાં વર્ષાએ પોતાના પતિ અભિનવ મોહંતી પર ઘરેલુ હિંસા અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. વર્ષા એમ પણ કહે છે કે અનુભવ દારૂનો વ્યસની છે અને તેમના ઘણાં અફેર પણ છે.

વર્ષા વ્યવસાયે અભિનેત્રી છે. તે ઉડિયા અને બંગાળી ફિલ્મોમાં કામ કરે છે. વર્ષા તેના સામાજિક કાર્ય માટે પણ પ્રખ્યાત છે. વર્ષા બાળકોના શિક્ષણ અને મહિલા સશક્તિકરણ માટે પણ કામ કરે છે.

વર્ષા 2001થી ફિલ્મોમાં સક્રિય છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ‘બાજી’ ફિલ્મથી કરી હતી. આ પછી તે ગોલમાલ, લવ સ્ટોરી, સબાતા માં, જોર, પ્રેમ રોગી, ક્વીન, નિમકી જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. વર્ષા અને અનુભવના કિસ્સાને સોશિયલ મીડિયા પર આવરી લેવામાં આવ્યો છે. શું છે આ કેસનું સત્ય, કોણ સાચું છે તે તો ખબર નથી, પરંતુ લોકોને ગોસિપ જરૂર મળી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page