પોતાની જ પત્નીને પ્રેમી સાથે સંબંધ બનાવવા તેના ઘરે મોકલી, રિલેશન બનાવ્યા અને પતિ આવ્યો…
એક રુંવાટા ઉભા કરી દેતો બનાવ સામે આવ્યો છે. જ્યાં પતિએ પોતાની પત્નીને સામેથી તેના પ્રેમી સાથે શારીરિક સંબંધ બનાવવા મોકલી હતી. એટલું જ નહીં જ્યારે પ્રેમી સુઈ ગયો ત્યારે પતિએ પત્ની સાથે મળીને કુહાડીથી પ્રેમીનું ગરદન ધડથી અલગ કરી નાખી હતી. બનાવ સામે આવતા જ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના આગ્રાના રકાબગંજના ઔલિયા રોડની છે. પોલીસે કહ્યું હતું કે ઔલિયા રોડ રહેતો 25 વર્ષીય યુવક સિકંદર ચંપલ બનાવવાનું કારખાનું ચલાવતો હતો. તેના ઘરની બાજુમાં બંટી રહે છે. સિકંદરનું બંટીની પત્ની સોનિયા સાથે અફેર હતું. આ જ કારણે સિકંદર ઘરે એક રૂપિયો પણ આપતો નહોતો. તે તમામ પૈસા સોનિયા, તેના પતિ અને બંને દીકરા પર ખર્ચ કરતો હતો.
સિકંદરના પિતા મહેશ કર્દમે કહ્યું હતું કે દીકરો થોડાં સમયથી ઘર તોડીને નવેસરથી બનાવતો હતો. આ કારણ તે કામમાં વધુ ધ્યાન આપી શકતો નહોતો. કમાણી ઘટી જતાં તે બંટી અને સોનિયાને પહેલાંની જેમ જલસા કરાવી શકતો નહોતો. સોનિયા તથા સિકંદર વચ્ચેના સંબંધોની જાણ આસપાસના તમામ લોકોને હતી. આથી જ બંટીને સિકદંર પર ગુસ્સો હતો.
પ્લાનિંગ સાથે હત્યા કરીઃ પોલીસે કહ્યું હતું કે સિકંદરની હત્યા માટે સોનિયા-બંટી પ્લાનિંગ કરીને રાખ્યું હતું. તેને ખ્યાલ હતો કે સિકંદરનો પરિવાર બાજુમાં ભાડેથી રહે છે. સિકંદર પોતાના નિર્માણધીન મકાનમાં એકલો જ સૂતો હતો.
બંટીએ પોતાના દીકરાઓ અંકુશ (20) તથા આદિત્ય (18) તથા મિત્ર આશીષને તૈયાર કર્યા હતા. ત્યારબાદ બંટીએ પત્ની સોનિયાને સિકંદર પાસે મોકલી હતી. સિકંદર તથા સોનિયાએ ફિઝિકલ રિલેશન બનાવ્યા હતા. ત્યારબાદ સિકંદર સૂઈ ગયો હતો.
પોલીસના મતે, સોનિયાએ તરત જ બંટીને આ વાત કહી હતી. ત્યારબાદ તમામ લોકો ઘરની અંદર ગયા હતા. બંને દીકરાઓ, મિત્ર આદિત્ય, સોનિયાએ સિકંદરના હાથ-પગ ને માથું પકડી રાખ્યું હતું. ત્યારબાદ બંટીએ કુહાડીથી સિકંદરની ગરદન કાપી નાખી હતી. ચારે બાજુ લોહીની નદીઓ વહેવવા લાગી હતી. ત્યારબાદ બધા ભાગી ગયા હતા.
પોલીસે પકડી પાડ્યાઃ સિકંદરની હત્યાની જાણ થતાં જ પરિવારે હોબાળો મચાવ્યો હતો. ગુસ્સામાં પરિવારે સિકંદરની લાશને અડવાની પણ ના પાડી દીધી હતી. પોલીસે માંડ માંડ સમજાવ્યા હતા.
ત્યારબાદ તેમણે પોલીસને લાશ પોસ્ટમોર્ટમ માટે આપી હતી. પોલીસે 24 કલાકની અંદર જ સોનુ, અંકુશ-આદિત્ય, આશીષ તથા બંટીની ધરપકડ કરી હતી. પોલીસને લોહીથી ખરડાયેલી કુહાડી પણ મળી આવી હતી.