મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સમાં ઘીના ડબ્બા છુપાવ્યો, ચોરીનું પ્લાનિંગ સાંભળી પોલીસ પણ છક

મહિલાઓની ટોળકીએ સુપરમાર્કેટમાંથી મિનિટોમાં જ ઢગલાબંધ સામાન છુમંતર કરી દીધો હતો. સુપરમાર્કેટના કર્મચારીઓને વાતોમાં ફસાવીને આ ટોળકીએ અન્ડરગાર્મેન્ટ્સમાં સામાન છુપાવીને ચોરી કરી હતી. જોકે, ત્યાં લાગેલા કેમેરાથી આ ટોળકી બચી શકી ના હતી. ફૂટેજના આધારે સ્ટોર ઓપરેટરે પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો છે.

આ ઘટના નાગૌરના મકરાણા પોલીસ સ્ટેશનની છે. પોલીસે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ સાંજે બોરાવડના એક સુપરમાર્કેટમાં અમુક મહિલાઓ ખરીદી કરવા આવી હતી. આ ટોળકીએ કર્મચારીને વાતોમાં ફસાવી તેના અંડરગાર્મેન્ટમાં દેશી ઘી, બદામ અને અન્ય વસ્તુઓ સંતાડીને જતી રહી હતી. શનિવારે આ કેસ સામે આવ્યા બાદ પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

તરબૂચના બીજ માંગીને કર્મચારીનું ધ્યાન ભટકાવ્યું
સુપરમાર્કેટના મેનેજર મંગલારામે જણાવ્યું કે, શુક્રવારના રોજ સાંજે 4.25 વાગ્યે ચાર મહિલાઓ શોપિંગ માટે આવી હતી. તે સમયે બે કર્મચારીઓ રાશન અને કોસ્મેટિક સામાનના કાઉન્ટર પર કામ કરતા હતા. તેમાંથી એક બિલિંગ કાઉન્ટર પર હતી અને એક મહિલા કર્મચારી કોસ્મેટિક એસેસરીઝની નજીક હતી. મહિલાઓએ કર્મચારી પાસે તરબૂચના બીજ માંગ્યા હતા. જેના પર કર્મચારી તેને સ્ટોરમાં શોધવામાં વ્યસ્ત થઈ ગયો. આ દરમિયાન ત્રણ મહિલાઓએ વારાફરતી અલગ-અલગ બ્રાન્ડના ઘીના 9 પેકેટ, 1 કિલો બદામ, વોશિંગ સોપના 4 પેકેટ અને ન્હાવાના સાબુનું 1 પેકેટ પોતાના અંડરગાર્મેન્ટમાં સંતાડી દીધું હતું.

માત્ર 10 જ મિનિટમાં સ્ટોરમાંથી ચોરી કરીને બંને મહિલાઓ છુમંતર થઇ ગઈ. આ દરમિયાન મહિલાઓએ પોતાના અંડરગાર્મેન્ટમાં સામાન છુપાવીને ખૂબ જ ચતુર રીતે કેમેરાની નજરથી બચવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે એક મહિલા કર્મચારીઓને વાતચીતમાં વ્યસ્ત રાખી રહી હતી અને તેની સાથી મહિલા ચોરીને અંજામ આપી રહી હતી તેમછતાં આ દુષ્ટ મહિલાઓની કરતૂતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મકરાણા પોલીસ સ્ટેશન ઓફિસર પ્રમોદકુમાર શર્માએ જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજની સાથે અજાણી મહિલાઓ વિરુદ્ધ રિપોર્ટ પણ મળ્યો છે.

શંકા ના જાય એટલે 200 રૂપિયાનો સામાન પણ ખરીદ્યો
આ મહિલાઓ પર કોઇને શંકા ન જાય તે માટે તેમણે સ્ટોરમાંથી 200 રૂપિયાનો સામાન પણ ખરીદ્યો હતો. શોપિંગ કર્યા બાદ આ મહિલાઓ અલગ-અલગ દિશામાં જતી હતી. સાંજના સમયે ઘીના નવ ડબ્બા, એક કિલો બદામના પેકેટ સ્ટોકમાં ઓછા મળી આવતા મેનેજરે સીસીટીવી ચેક કર્યા હતા અને ત્યારે આ ચોરીનો ખુલાસો થયો હતો.

Similar Posts