પત્નીએ પ્રેમી સાથે મળીને પતિનું કાપી નાખ્યું ગળું, છટકી ના શકે એટલે પત્નીએ દબાવી રાખ્યા પગ

વડોદરા : પાદરા તાલુકાના વડુ ગામે ચાર વર્ષ અગાઉ પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હતી. આ અંગેનો કેસ વડોદરા સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આજે પત્ની અને તેના પ્રેમીને હત્યાના ગુનામાં દોષી માનીને આજીવન કેદની સજા ફટકારી છે.

આ ઘટના વર્ષ 2018માં ફેબ્રુઆરી મહિનામાં બની હતી. વડુ ખાતે બારોટ ફળિયામાં રહેતા ધર્મેશ બારોટની પત્ની પુજાને પડોશમાં રહેતા પ્રશાંત સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. આ અંગેની જાણ ધર્મેશને થતાં તે પરિવાર સાથે બારોટ ફળિયામાંથી બ્રાહ્મણ શેરીમાં ભાડાનું મકાન રાખીને રહેવા આવી ગયો હતો તેમ છતાં પુજા અને પ્રશાંત વચ્ચે અનૈતિક સંબંધો ચાલુ રહ્યા હતા.

બન્નેના સંબંધમાં ધર્મેશ કાટો બનતો હોય ગત 18 ફેબ્રુઆરી 2018 રોજ પ્રશાંત બ્રાહ્મણ શેરીમાં પ્રશાંતના ઘરની પાછળ આવ્યો હતો અને પુજાને કહ્યું હતું કે, આજે રાત્રે હું આવીશ તું દરવાજો ખોલજે આજે ધર્મેશને પુરો કરી નાખવો છે. પ્રશાંત મોડી રાત્રે બાર વાગ્યા બાદ આવી પહોંચ્યો હતો અને પુજાએ ઘરનો પાછળનો દરવાજો ખોલતા તે અંદર આવી ગયો હતો.

આ સમયે ધર્મેશ ખાટલા પર સુતો હતો. પ્રશાંતે ધર્મેશના ગળા પર કટર મારતા ઝપાઝપી થઇ હતી અને ધર્મેશ ખાટલા પરથી નીચે પડી ગયો હતો તે સમયે પત્ની પુજાએ ધર્મેશના પગ દબાવી રાખ્યા અને પ્રશાંત ધર્મેશની છાતી પર બેસી ગયો અને કટરથી ગળાની ધોરી નસ જ કાપી નાખતાં ધર્મેશ તરફડીયા મારવા લાગ્યો હતો અને ત્યાંથી ભાગીને રસોડા સુધી પહોંચ્યો જ્યાં પછડાઈને નીચે પડ્યો અને ધર્મેશનું મોત થયું હતું.

આ કેસમાં ફરિયાદી તરફે વકીલ એમ.એચ.શેખની દલીલો અને પોલીસે રેકોર્ડ પર રજૂ કરેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોને ધ્યાનમા રાખીને પાંચમાં એડિશનલ સેશન્સ જ્જ મમતા કે ચૌહાણે પુંજા અને પ્રશાંતને આજીવન કેદની સજા તથા પ્રશાંતને 20 હજાર અને પુજાને 10 હજાર દંડ ફટકાર્યો હતો.

Similar Posts