બહેનપણી જ નીકળી ગુજરાતી સિંગરની હત્યારી, કેમ કાઢી નાખ્યું કાસળ? વાંચો
ફેમસ ગુજરાતી સિંગર વૈશાલીની હત્યામાં મોટો ઘટસ્ફોટ થયો છે. વૈશાલીની હત્યા બીજા કોઈએ નહીં પણ તેની જ મિત્ર બબીતાએ કરાવી હોવાનો ધડાકો થયો છે. વૈશાલીએ મિત્ર બબીતાને 25 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. 25 લાખ રૂપિયા ન આપવા પડે એ માટે બબીતાએ કોન્ટ્રાક્ટ કિલરને વૈશાલીને મારવાની સોપારી આપી હતી. આ કોન્ટ્રાક્ટ કિલર અન્ય રાજ્યમાંથી બોલાવાયા હતા.
પોલીસે આરોપીઓને દબોચી લીધા
વલસાડ જિલ્લા પોલીસે 6 ટીમ બનાવને તમામ પ્રકારના સર્વેલન્સ અને ટેક્નિકલ ટિમની મદદથી ગુનો ડિટેકટ કર્યો. વૈશાલી બલસારાની મહિલા મિત્ર જ વૈશાલી મર્ડર કેસની માસ્ટર માઈન્ડ નીકળી છે. પોલીસે પ્રોફેશનલ કિલર અને બબીતાની અટકાયત કરી છે.
કારમાં સિંગરની લાશ મળી હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક કારમાં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી. સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે તપાસ કરતા વલસાડની ગાયિકા વૈશાલી બલસારા હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાલીના પતિએ ગત રોજ વૌશાલી ઘરેથી ગુમ થઈ હોવાની ફરિયાદ કરી હતી. જેના બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે ગળેટૂંપો આપીને વૈશાલીની હત્યા કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે અલગ અલગ લોકોનું ઈન્ટ્રોગેશન શરૂ કર્યું હતું. આ રીતે પોલીસ તેની મિત્ર બબીતા સુધી પહોંચી હતી. વૈશાલીએ તેની મિત્ર બબીતાને ઉછીના પૈસા આપ્યા હતા. આ પૈસા બબીતા પરત આપવાની આનાકાની કરી રહી હતી. અંતે પૈસા પરત ન આપવા પડે તે માટે બબીતાએ જ વૈશાલીની હત્યા કરાવી હતી.
પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
આરોપીઓને પકડવા માટે 8 ટીમ બનાવી હતી અને 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. સાત દિવસના અંતે પોલીસે આ ચર્તિત મર્ડર કેસ સોલ્વ કરવામાં સફળતા મળી છે. વૈશાલી બલસારાએ મહિલા મિત્ર બબીતા 25 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા.. તે રકમ પરત આપવી ન પડે તે માટે વૈશાલી બલસારાની કિલર પાસે હત્યા કરાવીહ તી. વલસાડ પોલીસે મુંબઈથી કોન્ટ્રાન્ટ કિલર અને બબીતાની અટકાયત કરી હતી. તેમજ કોવિડ ટેસ્ટ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.
ભેદ ઉકેલવા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી
હત્યાનો ભેદ ઉકેલવા માટે વલસાડ LCB, SOG, પારડી અને સીટી પોલીસની અલગ અલગ 8 ટીમો બનાવી ચેક હત્યાના આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. પારડી અને આજુબાજુના વિસ્તારમાં CCTV તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 100થી વધુ CCTV ફૂટેજ ચકાસણી કરવામાં આવી રહ્યા છે. વૈશાલી બલસારાના પરિવાના સભ્યો નજીકના મિત્રો સહિતના 75થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા હતા.
પતિએ લાશની ઓળખ કરી
વલસાડ શહેર નજીક સેગવી ગામમાં પરિવાર સાથે રહેતી સિંગર વૈશાલી બલસારા 27 ઓગષ્ટની સાંજે ઐઅપ્પા મંદિર નજીક એક મહિલાને આપેલા ઉછીનાં આપેલા રૂપિયા લેવા પોતાની કાર લઈને ગઈ હતી. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પતિ હિતેશ બલસારાએ સીટી પોલીસ મથકે પત્નીની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી અને પત્નીની શોધખોળ હાથ ધરી હતી. પારડી પોલીસે વૈશાલીના પતિને ઘટનાની જાણ કરતા વૈશાલી બલસારાના પતિએ લાશની ઓળખ કરી હતી.
વૈશાલીએ 2011માં બીજા લગ્ન કર્યા હતા
હિતેશ બેન્ડમાં ગીતાર આર્ટિસ્ટ છે. હિતેશે વર્ષ 2011માં વૈશાલી સાથે બીજા લગ્ન કર્યા હતા. હિતેશ બલસારાના પહેલા લગ્નની એક દીકરી અને વૈશાલી સાથે લગ્ન જીવન દરમિયાન વધુ એક દીકરીનો જન્મ થયો હતો. હિતેશ બલસારા તેની પત્ની વૈશાલી 2 દીકરીઓ અને તેના માતા પિતા સાથે રહેતો હતો. વૈશાલીના પિયર પક્ષના તમામ સભ્યો નવસારી રહેતા હતા.