યુક્રેન ખાવાનુ લેવા બહાર નીકળ્યો અને મોત મળ્યું, નિર્દોષ ભારતીય સ્ટુડન્ટે જીવ ગુમાવ્યો

યુક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે. આ દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. નવીન નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું જાણવા મળ્યું છે. યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું- અમે જણાવી રહ્યાં છીએ કે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો તે ખૂબ જ દુઃખદ છે. મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત કરી રહ્યું છે.

રશિયાની સેના યુક્રનમાં આકાશમાંથી મિસાઇલ તો જ્યારે બીજી તરફ યુક્રેનનાં મોટા શહેરેમાં તોપના ગોળા વરસાવી રહી છે. રશિયાની સેનાના આક્રમક હુમલાથી કિવ-ખાર્કિવ ધ્રુજી ઊઠ્યું છે. રશિયન સેનાએ યુક્રેનનાં કેટલાક શહેરોને ઘેરી પણ લીધા છે. તેમાં ખેરસન શહેરનો પણ સમાવેશ થાય છે. ખેરસન શહેરના મેયર, ઇગોર કોલયખાયેવે દાવો કર્યો છે કે રશિયન સૈન્યએ શહેરને બ્લોક કરી દીધું છે. મતલબ કે હવે કોઈ પણ વ્યક્તિ શહેરમાં અંદર કે બહાર જઈ શકશે નહીં.

નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા આજે રાત્રે યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. કિવને રશિયાના સૈનિકોએ ઘેરી લીધું છે. તેથી જ ભારતીય દૂતાવાસે પણ પોતાના તમારા નાગરિકોને ચેતવણી આપતા તાત્કાલીક કિવને છોડી દેવા માટે જણાવ્યું છે. આ તરફ કિવે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે લોકો બહાર નીકળી જાય નહીંતર આગળની સ્થિતિ માટે યુક્રેન જવાબદાર નહીં હોય.

યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કિવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં તરત જ શહેરની બહાર નીકળી જાય.

યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી મંગળવારે છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. વિશ્વના ઘણા દેશો લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરી રહ્યા છે. રશિયાએ આ દેશોને ચેતવણી આપી હતી કે જો આ લશ્કરી સાધનોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ થશે તો તેને મોકલનારા દેશ જવાબદાર રહેશે. આ તરફ યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાની સેનાએ મોટો હુમલો કર્યો છે, જેમાં યુક્રેનના 70થી વધુ સૈનિકો માર્યા ગયા છે.

રશિયાના સૈન્ય હુમલામાં યુક્રેનના 70થી વધુ સૈનિકો માર્યા ગયા છે. ઓખ્તિરકા ખાતેના મિલિટરી બેઝને આર્ટિલરી (તોપ) વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. ઓખ્તિરકા શહેર ખાર્કિવ અને કિવ વચ્ચે આવેલું છે.

Similar Posts