કીર્તિદાન ગઢવી રાજકોટના ‘સ્વર’ બંગલામાં રહે છે, તસવીરોમાં ખાસ

અમદાવાદ: ગુજરાતના જાણીતા સિંગર કીર્તિદાન ગઢવીનો જન્મ આણંદ જિલ્લાના વાલવોડમાં થયો હતો. કીર્તિદાન ગઢવીએ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. કીર્તિદાન ગઢવીના ઘરમાં મારે એક લટાર….કીર્તિદાન ગઢવીના ઘરનું નામ ‘સ્વર’ છે અને તેમના પુત્રનું નામ પણ સ્વર છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો. આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે.

જાણીતા સિંગર કીર્તિદાન ગઢવી ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશની ધરતી પર પણ બહુ ફેસમ છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો. આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે.

સિંગર કીર્તિદાન ગઢવીએ પોતાનું લક્ઝુરિયસ ઘર રાજકોટના આંગણે બનાવ્યું છે. કીર્તિદાન ગઢવીએ ફેબ્રુઆરી 2016માં નવા ‘સ્વર’માં ગૃહપ્રવેશ કર્યો હતો. રાજકોટના ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શન પરમારે કીર્તિદાન ગઢવીના સ્વરને ડિઝાઈન કર્યું હતું.

કીર્તિદાન ગઢવીના ‘સ્વર’માં એકદમ નેચરલ વૂડનો ઉપયોગ કરાયો છે. ઘરમાં એન્ટર થતાં જ મુખ્ય દરવાજાને નેચરલ વુડ અને ગ્લાસ હેન્ડલ સાથે ડિઝાઈન કરાયું છે.

‘સ્વર’ બંગલોમાં જ થિયેટર અને અંદર બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બંગલોમાં ખુરશી તેમજ ડાઈનિંગ ટેબલને પણ અલગ-અલગ રીતે ડિઝાઈન કરાયા હતાં. વોટરફોલ સામે મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના દિવસે આણંદ જિલ્લાના વાલોર ગામમાં થયો હતો. તેમણે 12મું પાસ કર્યાં બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે પોતાની કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો ત્યાર બાદ કિર્તીદાન ગઢવી સંગીતની તાલીમ માટે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા. સંગીતની તાલીમ લીધા બાદ તેમણે એક મ્યુઝિકલ કોલેજમાં નોકરી પણ કરી હતી બાદમાં ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ અલગ લોકડાયરામાં નાના મોટા કાર્યક્રમો પણ કર્યા હતા.

કીર્તિદાને જીવનના ખૂબ સંઘર્ષ કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે, સુખમાં બાળક મોડું મોટું થાય છે પણ દુઃખમાં વહેલું મોટું થઈ જાય છે. મેં એટલો સંઘર્ષ કર્યો છે કે મારી જગ્યાએ કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલ્ડ છોડીને જતો રહ્યો હોત.

કીર્તિદાને કહ્યું હતું કે સંઘર્ષના દિવસોમાં આ ફિલ્ડમાં નામ કમાવવા ખૂબ સહન કરવું પડ્યું છે. અમુક પોગ્રામમાં ચાર-પાંચ વાગ્યે ગાવાનો વારો આવતો તો અમુક જગ્યાએ ચાન્સ પણ મળતો નહીં. અમુક કલાકારો તો મોંઢા બગાડીને કહેતા કે આને કોને બોલાવ્યો. ગાવાની વાત તો દૂર સ્ટેજ પર બેસવા પણ દેતા નહોતા. પણ હું માનું છું કે સંઘર્ષમાં જ ઘડતર થાય છે.

કીર્તિદાનને પરિવારમાં પત્ની સોનલ, અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધુ પોગ્રામના કારણે કીર્તિદાન બાદમાં રાજકોટ શિફ્ટ થયા હતા. કીર્તિદાન ગુજરાતી લોકસાહિત્યને વધુ આગળ લઈ જવા માગે છે. તેમણે કહ્યું હતું કે જે રીતે પંજાબી અને અન્ય પ્રાદેશિક લોકસાહિત્યને દુનિયા સાંભળે છે, એ જ રીતે તેઓ ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવા ઈચ્છે છે.

ગુજરાતીઓનો પ્રેમ કીર્તિદાન પર એવો વરસ્યો કે ગુજરાતની બહાર પણ તેમની ડિમાન્ડ થવા લાગી. અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં રહેતા ગુજરાતીઓમાં કીર્તિદાનના સૂરનો જાદુ ચાલ્યો હતો. આજે કીર્તિદાન ડાયરા કિંગ તરીકે ઓળખાય છે.

Similar Posts